નવી દિલ્હી: દેવભૂમિ ઉત્તરાખંડ (Uttarakhand) માં છેલ્લા 24 કલાકથી જે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું હતું તે હવે પૂરું થતું જોવા મળી રહ્યું છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ હવે તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat)  રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. દહેરાદૂનમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીની વિધાયક દળની બેઠક થઈ જે દરમિયાન નવા મુખ્યમંત્રીનું નામ સામે આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે તીરથ સિંહ રાવત ઉત્તરાખંડના પૌડી-ગઢવાલ લોકસભા બેઠકથી સાંસદ છે. ગઈ કાલે ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ અનેક નામ પર ચર્ચા થઈ રહી હતી. પરંતુ વિધાયક દળની બેઠકમાં તીરથ સિંહ રાવતના નામ પર મહોર લાગી. તેઓ ઉત્તરાખંડ  ભાજપ (BJP) ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તીરથ સિંહ રાવતે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહતું કે આટલી મોટી જવાબદારી મળશે. અનેક વર્ષ સુધી સંઘ સાથે જોડાયેલો રહ્યો. છાત્ર રાજનીતિથી સંઘ સાથે જોડાયો અને પાર્ટીએ અહીં સુધી પહોંચાડી દીધો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનો હું ખુબ આભાર વ્યક્ત કરું છું. 


એવું કહેવાય છે કે તીરથ સિંહ રાવત આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તીરથ સિંહ રાવતના નામ પર મહોર લાગતા જ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે બુકે આપીને તેમનું સ્વાગત કર્યું. તેઓ સંઘની પહેલી પસંદ હતા. હંમેશા જૂથબાજીથી દૂર રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેબિનેટ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના સૌથી નીટકના છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube